લોકસભા ચૂંટણીમાં મેચ ફિક્સિંગનો પ્રયાસ કરે છે PM મોદી, 180થી વધુ બેઠક નહીં જીતે ભાજપ- રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારેલીમાં IPLનો હવાલો આપતા કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું કે કઇ રીતે મેચ ફિક્સિંગ કરીને મેચ જીતવામાં આવે છે, તેમણે કહ્યું કે અમારી સામે લોકસભાની ચૂંટણી છે. અમ્પાયર મોદીજીએ પસંદ કર્યો છે. અમારા બે ખેલાડીઓની ધરપકડ કરીને અંદર કરી દીધા. નરેન્દ્ર મોદી ચૂંટણીમાં મેચ ફિક્સિંગનો પ્રયાસ કરી રહ્યાં છે.. 400 બેઠકના નારા વગર EVM, મેચ ફિક્સિંગના 180 પાર થવા નથી જઇ રહ્યું.
રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર
INDIA ગઠબંધનની મહારેલીને સંબોધતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “…આજ કાલ IPLની મેચ રમાઇ રહી છે…તમે બધાએ મેચ ફિક્સિંગ શબ્દ સાંભળ્યો છે..જ્યારે બેઇમાનીથી અમ્પાયર પર દબાણ નાખીને, ખેલાડીઓને ખરીદીને મેચ જીતી શકાય છે..અમારી સામે લોકસભાની ચૂંટણી છે…અમારી ટીમમાં મેચ શરૂ થયા પહેલા બે ખેલાડીઓની ધરપકડ કરીને અંદર નાખવામાં આવ્યા…પીએમ મોદી આ ચૂંટણીમાં મેચ ફિક્સિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ જે તેમનો 400 પારનો નારો છે તે મેચ ફિક્ગિંસ વગર 80 પાર પણ નથી થઇ શકતો… કોંગ્રેસ પાર્ટી વિપક્ષની સૌથી મોટી પાર્ટી છે. અમારા તમામ બેન્ક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી વચ્ચે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીના બેન્ક એકાઉન્ટ બંધ કરી દીધા..અમારા તમામ સંસાધનોને બંધ કરી દેવામાં આવ્યા..આ કેવી ચૂંટણી યોજાઇ રહી છે? નેતાઓને જેલમાં નાખવામાં આવે છે..આ મેચ ફિક્સિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મેચ ફિક્સિંગ પીએમ મોદી અને ભારતના 3-4 સૌથી મોટા અબજપતિ મળીને કરી રહ્યાં છે. તેમની (મેચ ફિક્સિંગ) માત્ર એક લક્ષ્ય છે..ભારતના બંધારણને ભારતની ગરીબ જનતાના હાથમાંથી છીનવવા માટે આ મેચ ફિક્સિંગ કરવામાં આવી રહી છે, જે દિવસે આ બંધારણ ખતમ થઇ ગયુ, તે દિવસે આ ભારત નહીં બચે…આ જે બંધારણ છે ભારતની જનતાનો અવાજ છે..આ તેમનો (ભાજપ)નો લક્ષ્ય છે..આ વિચારે છે કે ધમકાવીને અને ડરાવીને પોલીસ, CBI,ED,IT સાથે દેશ ચલાવી શકાય છે…તમે ભારતનો અવાજને દબાવી શકતા નથી..આ અવાજને કોઇ દબાવી શકતું નથી. આ લડાઇ બંધારણને બચાવવાની લડાઇ છે…

