VIDEO: રબાલે MIDCમાં કંપનીમાં ભીષણ આગ
સોર્સ : gstv
મહારાષ્ટ્રના નવી મુંબઈના રબાલે MIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં અચાનક મોટી આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે સાતથી આઠ ફાયર ટેન્ડરોને કામે લગાડવામાં આવ્યા હતા. ફાયર કર્મચારીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગના કારણે કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આગ કયા કારણોસર લાગી અને તેમાં કેટલું નુકસાન થયું તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

