VIDEO: જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચંડીગઢમાં પંજાબ યુથ કોંગ્રેસનું પ્રદર્શન
સોર્સ : gstv
ચંડીગઢમાં પંજાબ યુથ કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું છે. મતચોરીના આક્ષેપોને લઈને કાર્યકરોએ ચૂંટણી પંચની કચેરી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને અટકાવવા પોલીસે બેરિકેડ્સ અને વોટર કેનન સાથે ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો. યુથ કોંગ્રેસે પોલીસ પર બળપ્રયોગ અને લાઠીચાર્જના આક્ષેપો કર્યા છે. કાર્યકરોએ 13 કરોડ મત કાપવાના કથિત મુદ્દે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. યુથ કોંગ્રેસે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી અને કહ્યું કે રાજીનામું ન થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. સાથે જ આગામી સમયમાં ચૂંટણી પંચની કચેરી બહાર વધુ ઉગ્ર પ્રદર્શન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

