Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Punjab cabinet expansion for the 7th time in three years

પંજાબમાં ત્રણ વર્ષમાં 7મી વાર મંત્રીમંડળનું થશે વિસ્તરણ, પેટાચૂંટણી જીતનારા સંજીવ અરોરા બનશે મંત્રી

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2025
લાઇવ ટીવીGoogle News
પંજાબમાં ત્રણ વર્ષમાં 7મી વાર મંત્રીમંડળનું થશે વિસ્તરણ, પેટાચૂંટણી જીતનારા સંજીવ અરોરા બનશે મંત્રી

પંજાબ મંત્રીમંડળનું આવતીકાલે એટલે કે ગુરુવારે વિસ્તરણ થશે. AAP સરકારના ત્રણ વર્ષના કાર્યકાળમાં આ સાતમીવાર મંત્રીમંડળ વિસ્તરણ થશે. રાજ્યસભા બેઠક છોડીને લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા સંજીવ અરોરા મંત્રી બનશે તે નિશ્ચિત છે. પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી કે સરકાર 16 સભ્યોના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ કરશે કે નહીં. પંજાબમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં 18 મંત્રીઓ હોઈ શકે છે. રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા ચંદીગઢના રાજભવનમાં બપોરે 1 વાગ્યે શપથ લેવડાવશે.

App Store

સૂત્રોના જણાવ્યા અનુસાર, અરોરા ગુરુવારે બપોરે ચંદીગઢના રાજભવનમાં આયોજિત એક સાદા સમારંભમાં મંત્રી તરીકે શપથ લેશે. ગયા અઠવાડિયે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોવાથી માન મંત્રીમંડળમાં તેમનો સમાવેશ નિશ્ચિત માનવામાં આવતો હતો. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અરોરાના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, અરોરા ચૂંટાશે તો તેમને મંત્રી બનાવવામાં આવશે. 

કેટલાક મંત્રીઓના વિભાગો બદલાઈ શકે છે

ગયા અઠવાડિયે મુખ્યમંત્રી ભગવંત માને પણ પુષ્ટિ આપી હતી કે, માન સરકારમાં અરોરાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જોકે, રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાની ગેરહાજરીને કારણે અરોરાને અત્યાર સુધી મંત્રીમંડળમાં સામેલ કરી શકાયા નહોતા. સૂત્રોના જણાવ્યા મુજબ માન સરકારના કેટલાક મંત્રીઓના વિભાગોમાં ફેરફાર અંગે પણ અટકળો ચાલી રહી છે.