VIDEO: મલપ્પુરમમાં કોંગ્રેસ દ્વારા વિરોધ માર્ચ
સોર્સ : gstv
કેરળના મલપ્પુરમ ખાતે ઉત્તરાખંડના હલ્દવાનીમા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કથિત અપમાન સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પક્ષના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ એકત્રિત થઈને એક ભવ્ય વિરોધ માર્ચ કાઢી હતી અને વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય ગણાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો તેમજ જવાબદારો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ વિરોધ માર્ચને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

