VIDEO: પાણી ભરાવાની સમસ્યાને કારણે હિજરતના પોસ્ટર લગાવીને વિરોધ
સોર્સ : gstv
લખનઉના ફૈઝુલ્લાગંજ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિક પરિવારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત જળબંબાકારથી લોકોના રોજિંદા જીવન પર અસર પડી છે. પરિસ્થિતિથી કંટાળેલા કેટલાક પરિવારોએ પોતાના ઘરની બહાર હિજરતના પોસ્ટર લગાવીને વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે લાંબા સમયથી પાણી ભરાયેલું હોવાથી અવરજવર, બાળકોની અવરજવર અને દૈનિક કામકાજમાં મુશ્કેલી પડી રહી છે. અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્ર પાસે તાત્કાલિક પાણી નિકાલ અને યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. ઘટના સંબંધિત વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે.

