VIDEO: પટનામાં પીએચડી ધારકો અને પ્રોફેસરોનું વિરોધ પ્રદર્શન, 19 દિવસથી અનિશ્ચિત ભૂખ હડતાલ જારી
સોર્સ : gstv
પટનામાં પીએચડી ધારકો અને મહેમાન સહાયક પ્રોફેસરો છેલ્લા ૧૯ દિવસથી અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર બેઠા છે. આંદોલનકારીઓએ આર બ્લોક ચોકડીથી લોક ભવન સુધી ઉગ્ર વિરોધ કૂચ કાઢી હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા….આ પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓમાં પ્રોફેસરની નિમણૂકમાં યુજીસીના નિયમોનું કડક પાલન કરવું અને વયમર્યાદામાં વધારો કરવાનો સમાવેશ થાય છે. તેઓ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવી રહેલા નવા નિયમોનો પણ વિરોધ કરી રહ્યા છે. આ આંદોલનને હવે વિવિધ નેતાઓ અને શિક્ષકોનું સમર્થન પણ મળી રહ્યું છે.

