VIDEO: ભુવનેશ્વરમાં પાઠ્યપુસ્તકની ભૂલો સામે વિરોધ
સોર્સ : gstv
ઓડિશાના ભુવનેશ્વરમાં નબ નિર્માણ કૃષક સંગઠન અને નબ નિર્માણ યુવા છાત્ર સંગઠન દ્વારા પાઠ્યપુસ્તકોમાં આવેલી ગંભીર ભૂલો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓએ બારામુંડા બસ સ્ટેન્ડ નજીક નેશનલ હાઇવે ચક્કાજામ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રસ્તા પર પ્રદર્શનના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આંદોલનકારીઓએ શિક્ષણ વિભાગ સામે સૂત્રોચ્ચાર કરીને પાઠ્યપુસ્તકોની ભૂલો તાત્કાલિક સુધારવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લઈને વાહનવ્યવહાર પૂર્વવત કરાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.

