VIDEO: ચેન્નઈમાં થિલીપનની પ્રતિમા હટાવવાના વિરોધમાં પ્રદર્શન
સોર્સ : gstv
ચેન્નઈમાં તમિલાગા વાઝ્વુરિમાઈ કાચીએ શ્રીલંકન ડેપ્યુટી કોન્સ્યુલેટની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન થિલીપનનની પ્રતિમા હટાવવામાં આવતાં તેના વિરોધમાં યોજાયું હતું. પ્રદર્શનકારોએ શ્રીલંકાની સરકારની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. સંગઠને શ્રીલંકા સરકારની ટીકા સાથે ભારત સરકારને પણ આ મુદ્દે ધ્યાન આપવા અપીલ કરી છે. તમિલાગા વાઝ્વુરિમાઈ કાચીના નેતા થિમુકા મુથથિયાગા એલમુરુગનની આગેવાની હેઠળ વિરોધ યોજાયો હતો. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ વિવિધ માંગણીઓ અને વિરોધના નારા લગાવ્યા હતા.

