Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Priyanka's power continues in Wayanad

વાયનાડમાં ચાલ્યો પ્રિયંકાનો પાવર, રાજકારણમાં પ્રવેશનાર નેહરુ-ગાંધી પરિવારના 10મા સભ્ય

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2024
લાઇવ ટીવીGoogle News
વાયનાડમાં ચાલ્યો પ્રિયંકાનો પાવર, રાજકારણમાં પ્રવેશનાર નેહરુ-ગાંધી પરિવારના 10મા સભ્ય

લોકસભા પેટાચૂંટણી અંતર્ગત વાયનાડની સંસદીય બેઠક પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સતત તેમની લીડ વધારી રહ્યા છે. પ્રિયંકા ગાંધી 4 લાખથી પણ વધુ મતની લીડથી આગળ છે. પ્રિયંકા ગાંધીની રાજકીય કારકિર્દીની આ પ્રથમ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ સીપીઆઈના વરિષ્ઠ નેતા સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસને બહુ જ પાછળ રાખી દીધા છે. 

App Store

રાજકારણમાં પ્રવેશનાર નેહરુ-ગાંધી પરિવારના 10મા સભ્ય 

રાજકીય નિષ્ણાંતોની નજર વાયનાડ બેઠક ઉપર છે. શું પ્રિયંકા ગાંધી પોતાના ભાઈ રાહુલ ગાંધીની જેમ મોટી જીતનું પુનરાવર્તન કરી શકશે? 2019માં રાહુલ ગાંધીએ 4,31,770 મતોથી અને 2024માં 3,64,422 મતોથી ચૂંટણી જીતી હતી. આ વર્ષના પ્રારંભે રાહુલ ગાંધીએ અમેઠીથી સાંસદ રહેવાનો નિર્ણય કરતાં વાયનાડ બેઠક ખાલી કરી હતી. પ્રિયંકા ગાંધી રાજકારણમાં પ્રવેશનાર નેહરુ-ગાંધી પરિવારના 10મા સભ્ય છે.

ગાંધી પરિવારમાંથી જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી અને રાહુલ ગાંધી રાજકારણમાં આવી ચૂક્યા છે. હવે પ્રિયંકા ગાંધી પોતાના રાજકારણની શરૂઆત દેશના દક્ષિણ ભાગથી કરશે. 

હરિફોથી સતત લીડ વધારી રહ્યા છે

પ્રિયંકા ગાંધીને મત ગણતરી ચાલી રહી છે ત્યારે 6.18 લાખ મત મળ્યા છે. જ્યારે તેમના હરિફ સીપીઆઈના સત્યન મોકરીને 2.09 લાખ મત મળ્યા છે. જ્યારે ભાજપના નવ્યા હરિદાસને 1.09 લાખ મત મળ્યા છે.હાલમાં પ્રિયંકા ગાંધી 4.08 લાખથી વધુની લીડથી આગળ ચાલી રહ્યા છે. વાયનાડ બેઠક ઉપર હજુ મત ગણતરી ચાલુ છે. પ્રિયંકા ગાંધી તેમના હરિફોથી સતત લીડ વધારી રહ્યા છે.