Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : President Draupadi Murmu took a holy dip in the Mahakumbh Sangam

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહાકુંભ સંગમમાં લગાવી પવિત્ર ડુબકી, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને CM યોગી રહ્યાં હાજર

Timeછેલ્લું અપડેટ : 10 Feb 2025
લાઇવ ટીવીGoogle News
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહાકુંભ સંગમમાં લગાવી પવિત્ર ડુબકી, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને CM યોગી રહ્યાં હાજર

પ્રયાગરાજ મહાકુંભમાં દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંગમમાં આસ્થાની ડુબકી લગાવી હતી. એરપોર્ટ પર રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા. તે બાદ બન્ને સંગમમાં પહોંચ્યા હતા. 

App Store

રાષ્ટ્રપતિએ સંગમમાં લગાવી ડુબકી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહાકુંભ સંગમમાં પહોંચીને પવિત્ર ડુબકી લગાવી હતી. રાષ્ટ્રપતિ સોમવારે મહાકુંભ પહોંચ્યા હતા. અહીં તેમને સંગમમાં 3 ડુબકી લગાવી હતી. 

સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી. સ્નાન કરતા પહેલા માતા ગંગાને ફૂલો ચઢાવવામાં આવ્યા હતા. આ પછી, ગંગા પૂજા અને આરતી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ અક્ષયવત અને લાટ હનુમાન મંદિરમાં દર્શન અને પૂજા કરશે. રાષ્ટ્રપતિની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યાં હતા.

રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર સોમવાર સવારે સાડા 9 વાગ્યે બમરૌલી એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અહીં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું. ત્યાંથી તે અરૈલ પહોંચ્યા હતા અને પછી બોટથી સંગમમાં પહોંચીને સ્નાન કર્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાંજે ચાર વાગ્યા સુધી પ્રયાગરાજમાં રહેશે. દ્રૌપદી મુર્મૂ દેશના બીજા રાષ્ટ્રપતિ છે જેમને મહાકુંભમાં સ્નાન કર્યું છે. આ પહેલા 1954માં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પણ મહાકુંભમાં સ્નાન કર્યું હતું.