Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Presence of sports giants in NCC Cyclothon

VIDEO: એનસીસી સાયક્લોથોનમાં ખેલ દિગ્ગજોની હાજરી

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે એનસીસી સાયક્લોથોન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભારતની દિગ્ગજ બોક્સર મેરી કોમ અને ટેનિસ સ્ટાર લિએન્ડર પેસે પણ ભાગ લઈને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ અને યુવાનોએ સાયક્લોથોનમાં જોડાઈ ફિટ ઈન્ડિયા અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. મનસુખ માંડવિયાએ યુવાનોને નિયમિત કસરત, સાયકલિંગ અને રમતગમત સાથે જોડાવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, ફિટનેસ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો, જ્યારે ઉપસ્થિત ખેલ દિગ્ગજોએ પણ યુવાનોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News