VIDEO: દેહરાદૂનમાં રાહુલ ગાંધીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ
સોર્સ : gstv
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના દેશવ્યાપી અભિયાન છાત્રો કી ગૂંજ ના ઉત્તરાખંડ ચરણ માટે દેહરાદૂનમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે, આ કાર્યક્રમના સ્થળને લઈને ભારે રાજકીય વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસે પહેલા પરેડ ગ્રાઉન્ડ માટે મંજૂરી મેળવી હતી, પરંતુ પ્રશાસન દ્વારા પરવાનગી રદ કરાતા કોંગ્રેસના કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું સ્થળ બદલીને બન્નુ સ્કૂલ મેદાન રાખવામાં આવ્યું છે, જ્યાં હાલ સ્ટેજ અને ટેન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. સામે આવેલા દ્રશ્યોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો બન્નુ સ્કૂલ ગ્રાઉન્ડ પર વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરતા અને તૈયારીઓને આખરી ઓપ આપતા નજરે પડે છે.

