VIDEO: દરભંગામાં ચૂંટણી પંચ અને CEC પર પ્રશાંત કિશોરના આકરા પ્રહાર, કહ્યું- માત્ર રાજીનામાથી કંઈ નહીં થાય
સોર્સ : gstv
બિહારના દરભંગા ખાતે જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ સામે વિપક્ષના વિરોધ પ્રદર્શન અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે માત્ર એક વ્યક્તિ કે CECના રાજીનામાથી વ્યવસ્થા બદલાશે નહીં. ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને પારદર્શિતા જાળવવા માટે સમગ્ર પ્રક્રિયામાં સુધારાની જરૂર છે. પ્રશાંત કિશોરે આક્ષેપ કર્યો કે વર્તમાન સમયમાં ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને નિર્ણયો પર સત્તાધારી પક્ષનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. લોકોનો વિશ્વાસ ફરીથી જીતવા માટે ચૂંટણી કમિશ્નરોની નિમણૂકથી લઈને સમગ્ર ચૂંટણી વ્યવસ્થામાં ટેકનોલોજી અને પારદર્શિતા લાવવી અત્યંત જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું.

