Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Prashant Kishor decided to contest from Bankipur assembly seat

VIDEO: પ્રશાંત કિશોરે બાંકીપુર વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બિહાર રાજકારણમાં મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. જન સુરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોરે બાંકીપુર વિધાનસભા બેઠક પરથી આગામી વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભાજપ નેતા નીતિન નબીનના રાજીનામા બાદ ખાલી પડેલી પટનાની પ્રતિષ્ઠિત બાંકીપુર બેઠક ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. તેમ છતાં પ્રશાંત કિશોરના પ્રવેશથી ભાજપ માટે મુશ્કેલી વધી શકે છે. જન સુરાજે પટનામાં આ જાહેરાત કરતાં કહ્યું કે બાંકીપુરના લોકોની ઇચ્છાને માન આપીને પાર્ટીની કોર કમિટીએ પ્રશાંત કિશોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. કોંગ્રેસ અને આરજેડી જેવા વિપક્ષી પક્ષો તેમને સમર્થન આપી શકે તેવી શક્યતા છે.

App Store