VIDEO: અફીણની ગેરકાયદે ખેતી પર પોલીસનો સપાટો; પાકનો નાશ કરી ખેતી કરનાર વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
સોર્સ : GSTV
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ પોલીસે માદક દ્રવ્યોની ખેતી સામે કાર્યવાહી કરતા લાર્નૂના લવલુપોરા વિસ્તારમાં જમીન ઉગાડવામાં આવેલા અફીણના ડોડાની ગેરકાયદે ખેતીનો નાશ કર્યો છે. આ મામલે પોલીસે દીસુના રહેવાસી ગુલામ અહમદ શેખ ઉર્ફે આમા ખોજા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નશીલા પદાર્થોના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલા તત્વોને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

