'દેશમાં એક સેક્યુલર સિવિલ કોડ હોય', UCCને લઇને પીએમ મોદીનું મોટું નિવેદન

વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પરથી સેક્યુલર સિવિલ કોડની જરૂરીયાત જણાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે તે કાયદો જે દેશને ધર્મના નામે વહેંચતો હોય તેને દૂર કરવો જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં એક સેક્યુલર સિવિલ કોડની જરૂરીયાત છે અને ખોટા કાયદાને આધુનિક સમાજમાં કોઇ જગ્યા નથી. પીએમ મોદીએ કહ્યું કે વર્તમાન નાગરિક સંહિતા એક કોમ્યુનલ નાગરિક સંહિતા છે. હવે આપણે એક ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતાની જરૂરીયાત છે.
પીએમ મોદીએ શું કહ્યું?
લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ કહ્યું, "નાગરિકના રૂપમાં પોતાના કર્તવ્યોને પૂર્ણ કરવા ભારતના 140 કરોડ લોકોનું કર્તવ્ય છે અને હું તેના પર ચર્ચા ઇચ્છુ છું. જે કાયદો સાંપ્રદાયિક અને ભેદભાવપૂર્ણ છે તેનું કોઇ સ્થાન નથી, આપણે એક ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતાની જરૂરીયાત છે."
શું હોય છે યૂનિફૉર્મ સિવિલ કોડ?
યૂનિફૉર્મ સિવિલ કોડ (UCC)નો અર્થ છે કે દેશમાં રહેનારા તમામ નાગરિક (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે એક જ કાયદો હશે. જો કોઇ રાજ્યમાં સિવિલ કોડ લાગુ થાય છે તો લગ્ન, તલાક, બાળકને ખોળે લેવા અને સંપત્તિ વહેંચવા જેવા તમામ વિષયોમાં દરેક નાગરિકો માટે એક જ કાયદો હશે.

