Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi's attack on Punjab government

VIDEO: PM મોદીના પંજાબ સરકાર પર આકરા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે પંજાબની ધરતીને ગુરુઓ અને વીરોની ભૂમિ ગણાવી. PM મોદીએ કહ્યું કે પંજાબમાં ભાજપની સરકાર ન હોવા છતાં કેન્દ્રની NDA સરકાર રાજ્યના વિકાસ માટે સતત કામ કરી રહી છે. PM મોદીએ પંજાબની કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં ગેંગવોર, ખંડણી અને નશાના વધતા પ્રભાવથી યુવાનોનું ભવિષ્ય જોખમમાં છે. કેન્દ્ર સરકારે છેલ્લા 12 વર્ષમાં પંજાબના વિકાસ માટે મોટી રકમ ફાળવી છે, પરંતુ રાજ્ય સરકારે તેનો યોગ્ય ઉપયોગ કર્યો નથી. તેમણે રાજ્ય સરકાર પર કેન્દ્રની યોજનાઓનો શ્રેય લેવાનો અને પ્રચાર કરવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. PM મોદીએ ભ્રષ્ટાચારના મુદ્દે પણ સરકારને ઘેરી અને કહ્યું કે પંજાબના વિકાસ માટે પારદર્શક વહીવટ જરૂરી છે.

App Store