Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM modi tweet on letter of 600 lawyers to cji

CJIને 600 વકીલે લખેલા પત્ર પર પીએમ મોદીએ કર્યું ટ્વિટ, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2024
લાઇવ ટીવીGoogle News
CJIને 600 વકીલે લખેલા પત્ર પર પીએમ મોદીએ કર્યું ટ્વિટ, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

દેશના 600 જાણીતા વકીલોએ દેશના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો કે એક ખાસ ગ્રુપ દેશની ન્યાયપાલિકા પર દબાણ બનાવવા માંગે છે અને તેમની સંપ્રભુતા અને સ્વાયતતા પર હુમલા કરી રહ્યું છે. આ પત્ર બાદ પીએમ મોદીએ એક ટ્વિટ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.  તમને જણાવી દઈએ કે, આ પત્ર લખનારા વકીલોમાં હરીશ સાલ્વે, મનન કુમાર મિશ્રા, અદીશ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિંક આનંદ, હિતેશ જૈન, ઉદય હોલ્લા સામેલ છે.

App Store

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, "બીજાઓને ડરાવવા એ કોંગ્રેસની વર્ષો જૂની સંસ્કૃતિ છે.  5 દાયકા પહેલા જ તેમણે "પ્રતિબદ્ધ ન્યાયપાલિકા" માટે હાકલ કરી હતી - તેઓ નિર્લજ્જતાથી તેમના સ્વાર્થ માટે અન્ય લોકો પાસેથી પ્રતિબદ્ધતા માંગે છે.  કોઈ આશ્ચર્ય નથી કે 140 કરોડ ભારતીયો તેમને નકારી રહ્યા છે."

પત્ર લખનારા જાણીતા કાયદાના જાણકારોએ કહ્યું કે આ એવું ગ્રુપ છે, જે ન્યાયપાલિકાને રાજકીય ઘટનામાં પ્રભાવિત કરવા માંગે છે. આ સિવાય કોર્ટ વિશે ખોટા નેરેટિવ ફેલાવીને જનતામાં તેમનો વિશ્વાસ ઓછો કરવા માંગે છે. પત્રમાં કોઇ ખાસ ગ્રુપ કે વકીલનું નામ લેવામાં આવ્યું નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા કેસમાં અભિષેક મનુ સિંઘવીની દલીલોને લઇને આ પત્ર લખવામાં આવ્યો છે. આ સિવાય કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આ સમયના સ્વર્ણિમ કાળ તરીકે જોવામાં ના આવે.

ચીફ જસ્ટિસને લખવામાં આવેલા પત્રમાં વકીલોએ કહ્યું કે હવે તો જજો પર સીધા હુમલા થઇ રહ્યાં છે. આટલું જ નહીં કોર્ટમાં રાજકીય એજન્ડા વધારવામાં આવી રહ્યો છે. વકીલોએ કહ્યું કે, જ્યારે કોઇ નેતાને ભ્રષ્ટાચારના કેસમાં બચાવવા માટે દલીલો આપવામાં આવે તો સીધા કોર્ટ પર જ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. આ સારી વાત નથી. આ સિવાય ન્યાયિક પદો પર નિયુક્તિઓને લઇને પણ ખોટી ટિપ્પણી કરવામાં આવી રહી છે.