Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi to participate in celebrations of 50th anniversary of Sikkim's establishment

VIDEO: સિક્કિમ સ્થાપનાના 50મા વર્ષની ઉજવણીમાં પીએમ મોદી થશે સહભાગી; ₹4,000 કરોડના વિકાસકામોની આપશે ભેટ

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમ રાજ્ય સ્થાપનાના 50મા વર્ષ સુવર્ણ જયંતિની ઉજવણીમાં સહભાગી થવા ગંગટોક પહોંચી રહ્યા છે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન પીએમ મોદી 4,000 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેને પગલે રાજધાની ગંગટોકમાં સુરક્ષા અને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગોને શણગારવામાં આવ્યા છે અને વહીવટીતંત્ર દ્વારા વિવિધ સ્થળોએ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સતત કાર્યક્રમની રૂપરેખાનું નિરીક્ષણ કરી રહ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત સિક્કિમના વિકાસ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સ્થાનિક લોકોમાં પણ વડાપ્રધાનને આવકારવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

App Store