Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi said ED Money Seized returned to public

ED દ્વારા જપ્ત કરાયેલા પૈસા ગરીબોને પરત કરાશે; PM મોદીએ કહી આ મોટી વાત

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ED દ્વારા જપ્ત કરાયેલા પૈસા ગરીબોને પરત કરાશે; PM મોદીએ કહી આ મોટી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે આ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યાં છે કે પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી ‘લૂંટવામાં આવેલા’ અને ED દ્વારા જપ્ત કરવામાં આવેલા પૈસા તેમણે પરત મળે.

App Store

ભાજપના નેતાઓએ જણાવ્યું કે પીએમ મોદીએ બંગાળની કૃષ્ણાનગર લોકસભાના તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા વિરૂદ્ધ ભાજપના ઉમેદવાર અને રાજઘરાનાના સભ્ય અમૃતા રોય સાથે ટેલીફોન પર વાતચીતમાં આ વાત કહી છે.

ભાજપના એક નેતાએ કહ્યું, “વડાપ્રધાન મોદીએ રાજમાતા અમૃતા રોયને કહ્યું કે ભ્રષ્ટાચારીઓએ જનતાના પૈસા લૂંટ્યા છે અને EDએ તે ભ્રષ્ટાચારીઓ પાસેથી જે પણ સંપત્તિ અને ધન જપ્ત કર્યું છે, તેને ગરીબ જનતાને પરત આપવામાં આવે, આ સુનિશ્ચિત કરવા માટે આ કાયદાકીય વિકલ્પ શોધી રહ્યાં છે.”

ભાજપ નેતાઓએ કહ્યું કે મોદીએ કહ્યું કે એક તરફ ભાજપ દેશમાંથી ભ્રષ્ટાચારને ઉખાડી ફેકવા માટે પ્રતિબદ્ધ છે તો બીજી તરફ તમામ ભ્રષ્ટ એક બીજાને બચાવવા માટે એક સાથે આવી ગયા છે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળમાં જનતા પરિવર્તન માટે મતદાન કરશએ.

રાજ્યમાં સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસ નેતાઓના કથિત ભ્રષ્ટાચાર ભાજપના મુખ્ય મુદ્દામાંથી એક છે. પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી સહિત કેટલાક નેતાઓની ધરપકડ અને મોટી સંખ્યામાં ધન અને અન્ય સંપત્તિ જપ્ત કરવાને લઇને ભાજપ છેલ્લા ઘણા સમયથી તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર કરતુ રહ્યું છે.

ભાજપે 2019માં બંગાળની 42 લોકસભા બેઠકમાંથી 18 પર જીત મેળવી હતી. આ વખતે ભાજપ તેના કરતા સારૂ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.