દિલ્હી બ્લાસ્ટ વચ્ચે PM મોદી વિદેશ પ્રવાસે રવાના, રાજાનો ભવ્ય જન્મદિવસ પણ ઉજવશે
દિલ્હીમાં બ્લાસ્ટ વચ્ચે વડાપ્રધાન મોદી બે દિવસ ભૂટાનના પ્રવાસે રવાના થયા છે. 11 અને 12 નવેમ્બરે વડાપ્રધાન મોદી ભૂટાનમાં રહેશે જ્યા તે અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રવાસનો મહત્ત્વ ભારત-ભૂટાન વચ્ચે મિત્રતા અને ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. PM મોદીએ ખુદ પોતાના ભૂટાન રવાના થવાની જાણકારી X એકાઉન્ટ પર આપી છે.
PM મોદી બે દિવસ ભૂટાનના પ્રવાસે
વડાપ્રધાન મોદીની છેલ્લા 11 વર્ષમાં ભૂટાનનો ચોથો પ્રવાસ છે, જેનાથી સમજી શકાય છે કે ભારત માટે ભૂટાનના સંબંધ કેટલા મહત્ત્વપૂર્ણ છે.
PM મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંચગુકના 70માં જન્મદિવસ સમારંભમાં સામેલ થશે, સાથે મળીને 1020 મેગાવોટના પુનાતસંગચૂ-2 હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદ્દઘાટન પણ કરશે. પીએમ મોદી ભૂટાનને 1000 કરોડની સહાય રકમ પણ આપવાનો છે અને તે ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલમાં પણ સામેલ થશે જેમાં મહાત્મા બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષોને ભારતથી ભૂટાન લાવવામાં આવ્યો છે.
PM મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 નવેમ્બરે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકને મળશે અને હાઇડ્રો પ્રોજેક્ટનું પણ ઉદ્દઘાટન કરશે. તે બાદ તેમના જન્મદિવસ સમારંભમાં સામેલ થશે અને ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલમાં ભાગ લેશે. પ્રવાસના બીજા દિવસે એટલે કે 12 નવેમ્બરે પીએમ મોદી ભૂટાનના પીએમ ત્સેરિંગ ટોબગેને મળશે. ઊર્જા, રેલ, રોડ કનેક્ટિવિટી અને વિકાસ પરિયોજનાઓ પર ચર્ચા કરશે. ભૂટાનની 13મી પંચવર્ષીય યોજનાના સહયોગ પર પણ બન્ને દેશો વચ્ચે વાતચીત થશે.
ભારત માટે કેટલુ મહત્ત્વપૂર્ણ છે ભૂટાન?
હિમાલયી દેશ ભૂટાન ભારત માટે રણનીતિક હિસાબથી મહત્ત્વપૂર્ણ છે. એમ તો આ નાનો દેશ છે, જ્યા માત્ર 7.5 લાખ લોકો રહે છે પરંતુ ભારત અને ચીનની વચ્ચે છે તો બફર ઝોનનું કામ કરે છે .ભૂટાનમાં ચીનનો પ્રભાવ વધ્યો છે તો ભારતના ચિકેન નેક પર ખતરો આવી શકે છે. એવામાં ભારત આ સુરક્ષા કવચની જેમ માને છે. વર્ષ 2017માં ચીને ભૂટાનના ડોકલામમાં રોડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતે પોતાની સેનાઓથી રોકી દીધો હતો. આટલું જ નહીં ભૂટાન યુએન સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સીટનું પણ સમર્થન કરે છે.

