PM મોદીએ નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું, જાણો ક્યારથી ફ્લાઇટ શરૂ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્દઘાટન કર્યું હતું. પ્રથમ ફેઝમાં એક ટર્મિનલ અને રન વે બનાવવામાં આવ્યો છે. આ એરપોર્ટની ક્ષમતા વાર્ષિક 2 કરોડ મુસાફરોની છે. પ્રથમ ફેજમાં 19,647 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.
નવી મુંબઇ એરપોર્ટના ટર્મિલને કમળની ડિઝાઇનમાં ડેવલપ કરવામાં આવ્યો છે. ડિસેમ્બરથી અહીં રેગ્યુલર ફ્લાઇટ શરૂ થઇ જશે. આ મુંબઇનો બીજો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે, તેનું નામ ખેડૂત નેતા ડીબી પાટીલના નામ પર રાખવામાં આવ્યું છે.
અદાણી ગ્રુપની 74% ભાગીદારી
નવી મુંબઇના એરપોર્ટને અદાણી ગ્રુપ અને મહારાષ્ટ્ર સરકારના લેન્ડ ડેવલપમેન્ટ પ્રાધિકરણ (CIDCO) મળીને બનાવી રહી છે જેમાં અદાણી ગ્રુપની 74% ભાગીદારી છે અને CIDCO પાસે 26% ભાગીદારી છે. આ જવાહરલાલ નેહરૂ પોર્ટ અને મુંબઇ ટ્રાન્સ-હાર્બર લિંક પાસે છે જેનાથી મુંબઇમાં વધતી હવાઇ મુસાફરીની જરૂરીયાત પૂર્ણ કરવામાં મદદ મળશે.
એરપોર્ટનું નામ ખેડૂત નેતા ડીબી પાટીલના નામ પર રાખવામાં આવ્યું છે. પાટીલ ખેડૂત નેતા હતા જેમણે મહારાષ્ટ્રમાં ખેડૂતો અને સ્થાનિક લોકોના હક માટે સંઘર્ષ કર્યો હતો. પાટીલે જ નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ દરમિયાન વિસ્થાપિત ગ્રામજનોના હકમાં લડાઇ લડી હતી.
ક્યારે ફ્લાઇટ શરૂ થશે: નવી મુંબઇ એરપોર્ટ પર વિમાન સેવા ડિસેમ્બર 2025થી શરૂ થઇ શકે છે.
ટિકિટ ક્યારથી ખરીદી શકો છો? ટિકિટોનું વેચાણ ઓક્ટોબરના અંત શરૂ થવાની સંભાવના છે. ઇન્ડિગો, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાન પણ અહીંથી ઉડાન ભરશે.

