VIDEO : PM મોદીએ ઓસ્લોમાં નોર્વેના વડાપ્રધાન જોનાસ ગેહર સ્ટોર સાથે કરી દ્વિપક્ષીય બેઠક
સોર્સ : gstv
PM નરેન્દ્ર મોદીએ નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે નોર્વેના વડાપ્રધાન જોનાસ ગેહર સ્ટોર સાથે એક મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી છે. આ બેઠક દરમિયાન બંને દેશોના નેતાઓએ પરસ્પર હિતો, વેપાર અને સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી ૧૯ મેના રોજ ઓસ્લોમાં યોજાનારી ત્રીજી 'ભારત-નોર્ડિક સમિટ' (India-Nordic Summit) માં પણ ભાગ લેશે. આ સમિટમાં ભારત અને નોર્ડિક દેશો (ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડન) વચ્ચેના સબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.

