PM મોદીએ દેશને સમર્પિત કર્યા INS સૂરત, નીલગિરી અને વાઘશીર; ભારતીય નેવીની તાકાતમાં વધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌસેના ડૉકયાર્ડમાં નૌસેનાના ત્રણ સબમરીન INS સૂરત,INS નીલગિરી અને INS વાઘશીરને દેશને સમર્પિત કરી હતી. આ પહેલા પીએમ મોદીના મુંબઇ પહોંચવા પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, “...આજનો દિવસ ભારતના દરિયાઈ વારસા, નૌકાદળના ગૌરવશાળી ઇતિહાસ અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક મોટો દિવસ છે. છત્રપતિ શિવાજી મહારાજે ભારતીય નૌકાદળને નવી તાકાત અને નવી દ્રષ્ટિ આપી. આજે તેમની પવિત્ર ભૂમિ પર, આપણે 21મી સદીના નૌકાદળને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરી રહ્યા છીએ. આ પહેલી વાર છે જ્યારે એક ડિસ્ટ્રોયર, એક ફ્રિગેટ અને એક સબમરીન, ત્રણેયને એકસાથે નૌકાદળમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, નેવીનો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. આ ત્રણેય સબમરીન મેડ ઇન ઇન્ડિયા છે જે સુરક્ષાને નવી તાકાત આપશે જેનાથી પુરા વિસ્તારને આતંકવાદ, ડ્રગ તસ્કરીથી બચાવી શકાશે.
આ પણ વાંચો: સોનિયા ગાંધીએ કર્યું 'ઇન્દિરા ભવન'નું ઉદ્દઘાટન, હવે 9A કોટલા રોડ કોંગ્રેસનું નવુ સરનામું
પીએમ મોદીએ કહ્યું, "આજે ભારતને સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. ભારત વિસ્તરણવાદની નહીં, પરંતુ વિકાસની ભાવનાથી કામ કરે છે. 15 જાન્યુઆરીને આર્મી દિવસ તરીકે ઉજવવામાં આવે છે."
પીએમ મોદીએ કહ્યું કે, હું દરેક બહાદુરને સલામ કરું છું જે દેશની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. હું ભારત માતાની રક્ષામાં રોકાયેલા દરેક નાયકને અભિનંદન આપું છું.

