Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi doesn't have the courage to say a word against America: Rahul Gandhi

અમેરિકા વિરુદ્ધ એક શબ્દ બોલવાની PM મોદીમાં હિંમત નથી, 3 ભારતીયના મોત મુદ્દે રાહુલ ગાંધી લાલઘૂમ

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકા વિરુદ્ધ એક શબ્દ બોલવાની PM મોદીમાં હિંમત નથી, 3 ભારતીયના મોત મુદ્દે રાહુલ ગાંધી લાલઘૂમ
સોર્સ : gstv

અમેરિકાની સેનાએ મધ્ય-પૂર્વમાં ઓમાન સમુદ્રકાંઠા પાસે ત્રણ ભારતીય કોમર્શિયલ જહાજો પર હુમલો કરતાં ત્રણ ભારતીયોના મોત થયા બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે ત્રણ ભારતીયોના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું છે. રાહુલે અમેરિકન હુમલાની ટીકા કરવાની સાથે વડાપ્રધાન પર પ્રહાર કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં હિંમત નથી કે, તેઓ અમેરિકા વિરુદ્ધ એક શબ્દ બોલે.

App Store

અમેરિકન હુમલામાં ત્રણ ભારતીયોના મોત, PM ચૂપ : રાહુલ ગાંધી

રાહુલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘અમેરિકાએ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ત્રણ દિવસમાં ત્રણ જહાજો પર હુમલા કર્યા, જેમાં ત્રણ ભારતીયોના મોત થયા છે અને આપણા કોમ્પ્રોમાઇઝ પીએમ? એક શબ્દ બોલતા નથી.’

‘3 ભારતીયોના હત્યારાઓ વિશે બોલવાની PMમાં હિમ્મત નથી’

કોંગ્રેસ સાંસદો વધુમાં કહ્યું કે, ‘જ્યારે વિદેશી શક્તિ ભારતીયની હત્યા કરે ત્યારે વડાપ્રધાને જવાબ આપવો પડે છે. જોકે તેમની હિંમત જ નથી કે, તેઓ એક પણ શબ્દ બોલે. આપણા ભારતીય ક્રૂ મેમ્બરોની હત્યાના થોડા દિવસ બાદ, આગામી અઠવાડિયે G7 યોજાવાની છે, જેમાં મોદીજી હસતાં જોવા મળશે, લોકોને ગળે મળશે અને કરારો કરશે. પરંતુ મૃત્યુ પામેલા ત્રણ ભારતીયો માટે તેમની પાસે એક શબ્દ નહીં હોય. કોમ્પ્રોમાઇઝ્ડ PM ભારત માતાના પુત્રોની રક્ષા કરી શકતા નથી, કારણ કે, જે લોકોએ આ પુત્રોના જીવ લીધા, તેમને નારાજ કરવામાં તેમની હિંમત પણ નથી અને તાકાત પણ નથી.’

PM મોદી જવાબદારીમાંથી છટકી ન શકે : કોંગ્રેસ

કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે (11 જુલાઈ) ત્રણ ભારતીય ક્રૂ મેમ્બર્સની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પાર્ટીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. મીડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાએ કહ્યું કે, આ મામલે જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે રાજદ્વારી પગલા ભરવા જોઈએ.

ભારતે યુએનમાં મુદ્દે ઉઠાવ્યો

ઉલ્લેખનીય છે કે, હોર્મુઝની ખાડીમાં ઈરાન પછી અમેરિકાની દાદાગીરી હદ વટાવી રહી છે. ભારતે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ  જહાજ પર અમેરિકન નૌકાદળે હુમલો કર્યો હતો. તેમા એક હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા હતા. આ ત્રણેય જહાજ વિદેશી જહાજ હતા. ભારતે આ ઘટનાનો આકરો વિરોધ કર્યો છે અને આ મુદ્દો છેક યુએનમાં ઉઠાવ્યો છે અમેરિકા પાસે પણ આ અંગે જવાબ માંગ્યો છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે આ હુમલા અટકવા જોઈએ. અમેરિકાએ 10 જૂનના રોજ સેટેબિલો જહાજ પર કરેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓએ જીવ ગુમાવ્યા છે. પહેલો હુમલો 8મી જૂનના રોજ ઓમાનના પૂર્વી કિનારે થયો હતો. અહીં અમેરિકન નૌકાદળે પ્રતિબંધિત ટેન્કર મેરીવેક્સ પર મિસાઇલથી હુમલો કર્યો હતો. આ જહાજ પર 24 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. સદનસીબે તેમા કોઈના જીવ ગયા ન હતા. અમેરિકાએ જહાજ પરના હુમલામાં બે હેલફાયર મિસાઇલનો ઉપયોગ કર્યો હોવાની વાત કબૂલી હતી. તેના પગલે પણ સનસનાટી મચી ગઈ છે. અમેરિકા પાસે આ યુદ્ધજહાજને અટકાવવાનો અને કબ્જે લેવાનો વિકલ્પ હતો, પરંતુ અમેરિકાએ તેના બદલે જહાજને ઉડાવી દેવાનું મુનાસિબ માન્યું. 

હોર્મુઝમાં ફસાયેલા 13 હજાર પર 562 ભારતીય ખલાસીઓ

શિપિંગ મંત્રાલયના અધિકારી મુકેશ મંગલે જણાવ્યું હતું કે હોર્મુઝમાં ફસાયેલા 13 જહાજ પર હજી પણ ભારતના 562 ખલાસી છે. તેમા 329 હોર્મુઝ પશ્ચિમમાં અને બાકીના પૂર્વમાં છે. આ સિવાય આ વિસ્તારમાં વિદેશી ઝંડાવાળા જહાજો પર કુલ 18,000 ભારતીય ખલાસીઓ છે. હજી પણ ભારતના 13 જહાજ હોર્મુઝમાં ફસાયેલા છે. હાલમાં આ જહાજ નીકળે શકે તેવી કોઈ સંભાવના નથી.

ટોપિક્સ:rahul gandhigstvpm modigstv news