VIDEO: પીએમ મોદી શિક્ષક દિવસે ડીયુની એસઆરસીસી કોલેજમાં યુવાનો સાથે વાતચીત કરી શકે છે
સોર્સ : gstv
વડાપ્રધાન મોદી આગામી ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ નિમિત્તે દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં ઝેન-જી અને યુવા વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરે તેવી સંભાવના છે. શતાબ્દી વર્ષ ઉજવી રહેલી આ કોલેજ ખાતે યોજાનાર આ પ્રસ્તાવિત કાર્યક્રમ દ્વારા સરકાર શિક્ષણ, ટેકનોલોજી, કૌશલ્ય અને રોજગાર જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને યુવા વર્ગ સુધી પહોંચ વધારી રહી છે. આ બેઠકથી વિદ્યાર્થીઓને પીએમ મોદી સમક્ષ કારકિર્દી અને યુવાનોની બદલાતી માંગણીઓ અંગે પોતાના પ્રશ્નો રજૂ કરવાની ઉત્તમ તક મળશે.

