Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi announced the 20th installment of Samman Nidhi Yojana

10 કરોડ ખેડૂતોના ખાતામાં આવ્યા 2000 રૂપિયા, PM મોદીએ જાહેર કર્યો સમ્માન નિધિ યોજનાનો 20મો હપ્તો

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
10 કરોડ ખેડૂતોના ખાતામાં આવ્યા 2000 રૂપિયા, PM મોદીએ જાહેર કર્યો સમ્માન નિધિ યોજનાનો 20મો હપ્તો
સોર્સ : X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીના પ્રવાસે છે. આ દરમિયાન PM મોદીએ 21 હજાર કરોડની 52 વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો 20મો હપતો પણ રિલીઝ કર્યો હતો.

App Store

9.7 કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં 20મો હપતો રિલીઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9.7 કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં 20 હજાર કરોડ કરતા વધુ રૂપિયાની રકમનો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો 20મો હપતો રિલીઝ કર્યો છે.

'મારૂ હદય તકલીફથી ભરાઇ ગયું', પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરીને બોલ્યા PM મોદી

વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધતા કહ્યું, 'આજે હું ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત કાશી આવ્યો છું. જ્યારે 22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો અને 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી, તેમના પરિવારની પીડિતા તે બાળકનું દુ:ખ અને દીકરીઓની વેદના સાંભળી મારૂ મન દુ:ખથી ભરાઇ ગયું હતું. ત્યારે હું બાબા વિશ્વનાથની પ્રાર્થના કરતો હતો કે આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. મે જે વચન આપ્યું હતું તે પૂર્ણ થયું આ મહાદેવના આર્શીવાદથી પૂર્ણ થયું છે.'