Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Plan to destabilize Indian government by blasting one bomb after another: Bengaluru Cafe Blast accused

એક પછી એક બોમ્બ વિસ્ફોટ કરી, ભારત સરકારને અસ્થિર કરવાનો પ્લાન: Bengaluru Cafe Blastના આરોપીઓના હતા ખતરનાક ઈરાદા

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2024
લાઇવ ટીવીGoogle News
એક પછી એક બોમ્બ વિસ્ફોટ કરી, ભારત સરકારને અસ્થિર કરવાનો પ્લાન: Bengaluru Cafe Blastના આરોપીઓના હતા ખતરનાક ઈરાદા

હાલમાં જ Bengaluru Cafe બ્લાસ્ટ કેસમાં મુખ્ય કાવતરાખોર સહિત બે આરોપીઓની 12 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, કેફેમાં બોમ્બ બ્લાસ્ટ કરનાર આરોપી માત્ર કેફેમાં જ બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતો ન હતો. પરંતુ તેમની યોજના વધુ ભયાનક રીતે અરાજકતા ફેલાવવાની હતી. આરોપીઓ એક પછી એક બ્લાસ્ટ કરીને ભારત સરકારને અસ્થિર કરવા માંગતા હતા. એક અહેવાલમાં આ દાવોકરવામાં આવ્યો છે.

App Store

સૂત્રોએ જણાવ્યું કે મુસાવીર હુસૈન શાજીબ અને અબ્દુલ માથિન તાહા પશ્ચિમ બંગાળના પૂર્વા મેદિનીપુર જિલ્લામાં છુપાયેલા હતા અને જો તેઓ પકડાયા ન હોત, તો બંને થોડા સમય નિષ્ક્રિય રહી ફરી નવા લક્ષ્યોની શોધ કરવાની ફિરાકમાં હતા. બેંગલુરુ કાફે આતંકવાદી હુમલાના આરોપી મુસાવીર હુસૈન શાજીબ અને અબ્દુલ માથિન તાહા, જેઓ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની કસ્ટડીમાં છે, તેમનો અંતિમ હેતુ ભારતને અસ્થિર કરવા અને સત્તા વિરોધી વાતાવરણ ઊભું કરવા શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરવાનો હતો.

ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ 12 એપ્રિલે બેંગલુરુમાં રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં મુખ્ય કાવતરાખોર સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી મુસાવિર હુસૈન શાજીબ અને એ માથિન અહેમદ તાહાને કોલકાતા નજીક એક છુપાયેલા સ્થળે શોધી કાઢવામાં આવ્યા હતા, ત્યારબાદ NIA ટીમે તેમની ધરપકડ કરી હતી.

શાજીબે Bengaluru Cafeમાં વિસ્ફોટકો મૂક્યા હતા અને તાહા બ્લાસ્ટની યોજના બનાવવા અને તેને અંજામ આપવાનો મુખ્ય કાવતરાખોર છે. ગયા મહિને NIAએ આ બે આરોપીઓની ધરપકડમાં મદદ કરનાર માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ અદાલતે શનિવારે બેંગલુરુ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસના બે આરોપીઓને રાષ્ટ્રીય એજન્સીની 10 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે.

મુસાવીર હુસૈન શાજીબ અને અબ્દુલ માથિન અહેમદ તાહાને આજે રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ અદાલતના ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓને 1 માર્ચે અહીં રામેશ્વરમ કેફે બ્લાસ્ટમાં તેમની કથિત ભૂમિકા માટે ‘ટ્રાન્ઝીટ રિમાન્ડ’ પર કોલકાતાથી રાજ્યની રાજધાની લાવવામાં આવ્યા હતા, જેમાં 10 લોકો ઘાયલ થયા હતા.

એક ડઝનથી વધુ IDs હતા

એક અધિકારીએ કહ્યું કે તેમની પાસે અલગ-અલગ નામે એક ડઝનથી વધુ આઈડી મળી આવ્યા હતા, જેનો ઉપયોગ હોટલોમાં ઉપયોગમાં લેવામાં આવતા હતા. તેઓ મહત્ત્વના નેતાઓ અને મહત્ત્વના સ્થળો પર હુમલો કરવા માંગતા હતા. ચૂંટણી દરમિયાન મોટા નેતાઓને મારવા માટે તેમને ચોક્કસ કામો આપવામાં આવ્યા હતા. અત્યાર સુધી તેઓ માત્ર સમાચાર બનાવવા માટે મારવા અને હુમલો કરવા માંગતા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને ચેન્નઈમાં પર્દાફાશ થયા બાદ ભાગી જવા માંગતા હતા, તેથી તેઓ કોલકાતા ગયા અને નવા આઈડી મેળવ્યા. આ પછી તેઓ નવા દસ્તાવેજોપૂર્વ મેદનીપુર જવાનું નક્કી કર્યું હતું