VIDEO : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આર્થિક સંબંધોના 'નવા પ્રકરણ'નો પ્રારંભ, પીયૂષ ગોયલની મોટી જાહેરાત
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે નવી દિલ્હીમાં 'ભારત-ન્યૂઝીલેન્ડ બિઝનેસ ફોરમ' ના બીજા તબક્કાને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આર્થિક સંબંધો માટે માઈલસ્ટોન સાબિત થયો છે, કારણ કે આજે બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પીયૂષ ગોયલે આ કરારને "નવા પ્રકરણની શરૂઆત" ગણાવતા કહ્યું કે, આનાથી ભારતીય નિકાસકારોને ન્યૂઝીલેન્ડના બજારમાં 100 ટકા ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. આ કરાર હેઠળ ન્યૂઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 20 બિલિયન ડોલરનું રોકાણ કરશે. આ ઉપરાંત, આઈટી, એન્જિનિયરિંગ અને આયુષ જેવા ક્ષેત્રોના કુશળ ભારતીયો માટે ન્યૂઝીલેન્ડમાં રોજગારીની તકો વધશે. બંને દેશોએ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વ્યાપારને 5 બિલિયન સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે.

