VIDEO: રામઘાટ પર પિતૃતર્પણ વિધિ યોજાઈ
સોર્સ : gstv
સર્વ પિતૃ અમાસ નિમિત્તે ઉજ્જૈનના પવિત્ર રામઘાટ ખાતે ક્ષિપ્રા નદીના કિનારે શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને પૂર્વજોના આત્માની શાંતિ માટે ધાર્મિક વિધિઓ કરી હતી. પિતૃપક્ષના અંતિમ દિવસે ભક્તોએ તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરી પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આશીર્વાદ મેળવ્યા હતા. રામઘાટ પર સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

