Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Pickpocket caught in Annamalai meeting

VIDEO: અન્નામલાઈની સભામાં ખિસ્સાકાતરુ ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તામિલનાડુના કોઈમ્બતુર જિલ્લાના પોલ્લાચીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભૂતપૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈ દ્વારા આયોજિત વી ધ લીડર્સ સંગઠનની ભવ્ય કોન્ફરન્સ દરમિયાન એક શંકાસ્પદ ખિસ્સાકાતરુ ઝડપાયો હતો. આ કાર્યક્રમમાં હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી, જેનો ફાયદો ઉઠાવીને આ શખ્સ લોકોના કિંમતી સામાન અને પાકીટની ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યાં હાજર સતર્ક લોકો અને સ્વયંસેવકોએ તેને રંગેહાથ પકડી લીધો હતો અને તાત્કાલિક પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

App Store