VIDEO: મને એવી રીતે ઉઠાવીને ફેંક્યો કે જાણે હું ફુટબોલ છુઃ સૌરભ ભારદ્વાજ
સોર્સ : gstv
દિલ્હીમાં ઈન્ડિયા ગેટ નજીક મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી અને તેના વિદ્યાર્થી સંગઠન ASAPના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા હતા. આપના કાર્યકર્તાઓ પ્રદર્શનકારીઓને લઈ જતી બસો પર ચઢી ગયા હતા, જેના કારણે સ્થિતિ તંગ બની હતી. આ દરમિયાન આપ નેતા સૌરભ ભારદ્વાજને પણ પોલીસે કસ્ટડીમાં લીધા હતા. ભારદ્વાજે કહ્યું કે મને એવી રીતે ઉઠાવીને ફેંક્યો કે જાણે હું ફુટબોલ છુ. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ તેમને બળજબરીથી લઈ જઈ રહી છે અને તેમના જ ACP વિરુદ્ધ FIR નોંધવામાં આવી રહી નથી.

