VIDEO: રામેશ્વરમમાં હત્યા બાદ લોકોનો રસ્તા પર વિરોધ
સોર્સ : gstv
તમિલનાડુના રામેશ્વરમ નજીક ઉચિપુલી વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ઘટનાના વિરોધમાં સ્થાનિક લોકોએ રસ્તા પર ચક્કાજામ કરી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગુમ થયાની ફરિયાદમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓનાં નામ સામે આવતાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને તપાસમાં સહયોગ આપવા અપીલ કરી છે. બીજી તરફ, વિરોધ કરી રહેલા લોકોએ જિલ્લા કલેક્ટરને સ્થળ પર આવી રજૂઆત સાંભળવા અને યોગ્ય વળતર અંગે સ્પષ્ટતા કરવાની માગ કરી હતી. હાલ પોલીસ દ્વારા મામલાની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

