Zubeen Gargના મોત મામલે આરોપીઓને લઇ જતા સમયે લોકોએ કર્યો પથ્થરમારો, વાહનોને લગાવી આગ

આસામના જાણીતા ગાયક જુબીન ગર્ગના મોત મામલે ધરપકડ કરવામાં આવેલા પાંચ આરોપીઓને લઇ જતા સમયે કાફલા પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ આરોપીઓને બક્સા જિલ્લા જેલમાં લઇ જવામાં આવતા હતા કારણ કે ગુવાહાટી કોર્ટે તેમણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો.
આ ઘટનામાં ધરપકડ કરાયેલા પાંચ લોકોમાં નોર્થ ર્ઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત, જુબીન ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્મા પણ સામેલ છે, તેમની ધરપકડ 1 ઓક્ટોબરે થઇ હતી.
ધરપકડ કરાયેલા ત્રણ અન્ય આરોપીમાં આસામ પોલીસના અધિકારી સંદીપન ગર્ગ અને બે પ્રાઇવેટ સિક્યોરિટી અધિકારી- નંદેશ્વર બોરા અને પરેશ બૈશ્યા પણ હતા. સંદીપન ગર્ગની ધરપકડ 8 ઓક્ટોબરે જ્યારે બોરા અને બૈશ્યાની ધરપકડ 10 ઓક્ટોબરે થઇ હતી.
SITએ કરી હતી પૂછપરછ
ધરપકડ બાદ આ તમામને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા અને જુબીનની મોતની તપાસ માટે બનાવવામાં આવેલી SITએ આ તમામની પૂછપરછ કરી હતી. બુધવારે પોલીસ કસ્ટડી સમાપ્ત થયા બાદ આરોપીઓને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમણે ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
આસામ સરકારે આ તમામ આરોપીઓને બક્સા જિલ્લા જેલમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. જૂનમાં જ આ જેલનું ઉદ્દઘાટન થયું હતું. અહીં બાકી કેદી નથી માટે આસામ સરકારે તેમમે આ જેલમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો કારણ કે કોર્ટે આરોપીઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી હતી.
સ્થાનિક લોકોએ કર્યું હતું પ્રદર્શન
આસામ સરકારના આરોપીઓને બક્સા જેલમાં મોકલવાના નિર્ણય વિરૂદ્ધ સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો જેલની બહાર ભેગા થયા હતા. જ્યારે આરોપીઓના કાફલાને બક્સા જેલની અંદર લઇ જવામાં આવતા હતા ત્યારે લોકોએ તેમના કાફલાનો પીછો કર્યો હતો અને તેના પર પથ્થરમારો કર્યો હતો.
સિંગાપુરમાં થયું હતું જુબીન ગર્ગનું મોત
જુબીન ગર્ગનું ગત મહિને 19 સપ્ટેમ્બરે સિંગાપુરમાં મોત થયું હતું. આ દરમિયાન તે ભારત-સિંગાપુરના રાજકીય સંબંધોના 60 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે સિંગાપુરમાં હતો.ગર્ગને બેભાન હાલતમાં દરિયાની બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને સિંગાપુરની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો તે દિવસે જ તેનું મોત થયું હતું.
જુબિનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સિંગરનું મોત પાણીમાં ડૂબવાને કારણે થયું છે.જોકે, તેની પત્ની ગરિમા ગર્ગે માંગ કરી હતી કે તેના પતિના મોત માટે જવાબદાર લોકોને સજા મળવી જોઇએ.

