Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'People outside CAA will be handed over to BSF,' CM Shubhendu Adhikari's big announcement

'CAA બહારના લોકોને BSFને સોંપાશે,  27 KM સરહદ પર થશે ઘેરાબંધી' : સીએમ શુભેન્દુ અધિકારીની મોટી જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
'CAA બહારના લોકોને BSFને સોંપાશે,  27 KM સરહદ પર થશે ઘેરાબંધી' : સીએમ શુભેન્દુ અધિકારીની મોટી જાહેરાત
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદથી જ શુભેન્દુ અધિકારી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દે એક અત્યંત મહત્વપૂર્ણ અને આકરો નિર્ણય લેતા મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે, જે લોકો નાગરિકતા સુધારા કાયદા (CAA) ના દાયરામાં નથી આવતા, તેમની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.

App Store

'હવે સમય બદલાઈ ગયો છે':  શુભેન્દુ

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "અગાઉની સરકાર વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિના કારણે ભારત-બાંગ્લાદેશ સરહદની સુરક્ષા માટે જમીન આપવાની મંજૂરી નહોતી આપી રહી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. રાજ્યમાં રાષ્ટ્રભક્ત સરકાર છે અને સુરક્ષા વ્યવસ્થા માટે જમીન ફાળવવામાં આવી રહી છે. સરહદ પર કાંટાળી તારની ઘેરાબંધી (ફૅન્સિંગ) કરવા માટે 27 કિલોમીટર જમીન આપવામાં આવી રહી છે."

સત્તામાં આવ્યાના 11 દિવસમાં મોટો નિર્ણય

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, પશ્ચિમ બંગાળ સરકારે સત્તા સંભાળ્યાના માત્ર 11 જ દિવસમાં સરહદી સુરક્ષા ચોકીઓ (આઉટપોસ્ટ) અને ફૅન્સિંગ માટેની જમીન હેન્ડઓવર કરી દીધી છે. જેમાં (18 કિમી + 9 કિમી) એમ કુલ 27 કિલોમીટર લાંબી સરહદી જમીનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, CAA અંતર્ગત જે સમુદાયના લોકોએ નાગરિકતા માટે અપીલ કરી છે, તેમને બાદ કરતાં જે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે રહેતી જોવા મળશે, તેમને તાત્કાલિક અસરથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના હવાલે કરવામાં આવશે. આ નવો કડક નિયમ તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવામાં આવ્યો છે.

શું છે CAA (નાગરિકતા સુધારા કાયદો)?

નાગરિકતા સુધારા કાયદા (CAA) નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક ઉત્પીડન (અત્યાચાર) નો ભોગ બનીને ભારતમાં આશરો લેનારા અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાનો છે.

કયા સમુદાયોનો સમાવેશ થાય છે?

આ કાયદા હેઠળ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના એવા લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે, જેઓ 31 ડિસેમ્બર 2014 પહેલા ધાર્મિક પ્રતાડના કારણે ભારત આવી ચૂક્યા હતા. આ કાયદો કોઈ પણ ભારતીય નાગરિકની નાગરિકતા છીનવતો નથી, પરંતુ ચોક્કસ દેશોમાંથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનું કામ કરે છે. આ કાયદો વર્ષ 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.

મુસ્લિમ સમુદાય અંગેની સ્થિતિ

આ કાયદાના દાયરામાં માત્ર ત્રણ પાડોશી દેશોમાંથી આવેલા લઘુમતીઓનો જ સમાવેશ કરાયો હોવાથી, તેમાં મુસ્લિમ સમુદાયનો સમાવેશ નથી. આ કારણે અગાઉ દેશભરમાં આ કાયદાને લઈને ઘણો વિવાદ અને વિરોધ પ્રદર્શનો પણ જોવા મળ્યા હતા. હવે બંગાળમાં નવી સરકાર આવતા જ આ કાયદાના આધારે ઘૂસણખોરો સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.