VIDEO: કીર્તનમાં પ્રસાદ ખાધા બાદ લોકો બીમાર
સોર્સ : gstv
આસામના જોનાઈમાં કીર્તન દરમિયાન પ્રસાદ ખાધા બાદ 14 લોકોની તબિયત લથડી હોવાની ઘટના સામે આવી છે. પ્રસાદ લીધા બાદ કેટલાક લોકોને અચાનક તબિયત બગડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, બીમાર પડેલા 14 લોકોમાંથી 10 લોકોને જોનાઈ સબ-ડિવિઝનલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર પણ સતર્ક બન્યું છે. પ્રસાદ ખાધા બાદ લોકોની તબિયત કેમ બગડી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોનાઈ સબ-ડિવિઝનલ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર પારિજાત સાહા અને રાજાખાના ગામના સ્થાનિક રહેવાસીની બાઈટ લેવામાં આવી છે. ઘટના સંબંધિત દૃશ્યો સામે આવ્યા છે.

