VIDEO: દિલ્હીમાં ૧ ઓક્ટોબરથી માન્ય પીયુસી વગરના વાહનો પર 10,000 રૂપિયાનો દંડ
સોર્સ : gstv
દિલ્હીમાં વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકારે ૧ ઓક્ટોબરથી કડક ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યા મુજબ, હવે માન્ય પોલ્યુશન અંડર કંટ્રોલ એટલે કે PUC પ્રમાણપત્ર વગર વાહન ચલાવનાર સામે મોટર વાહન નિયમો હેઠળ સીધો 10 હજાર રૂપિયાનો ભારે દંડ ફટકારવામાં આવશે....બુરાડીમાં દેશના સૌથી મોટા ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના ઉદ્ઘાટન વખતે આ જાહેરાત કરાઈ હતી. તમામ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી વાહનો માટે નિયમ મુજબ આ પ્રમાણપત્ર ફરજિયાત છે, જ્યારે ઇલેક્ટ્રિક વાહનોને આ જરૂરિયાતમાંથી મુક્તિ અપાઈ છે.

