Operation Sindur સફળ,પાકિસ્તાને અવળચંડાઇ કરી તો ફરી શરૂ થશે- રાજનાથ સિંહ

સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. ઓપરેશન સિંદૂર પર ચર્ચા પહેલા બે વખત સદન સ્થગિત થયા બાદ ફરી એક વખત ચર્ચા શરૂ થઇ છે. Operation Sindoor પર 16 કલાક ચર્ચા થશે. રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર પર જવાબ આપી રહ્યાં છે.
રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરની માહિતી આપી
રાજનાથ સિંહે સંસદમાં માહિતી આપતા જણાવ્યું કે, 6-7 મે 2025ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરના નામથી એક ઐતિહાસિક સૈન્ય કાર્યવાહીને અંજામ આપ્યો. આ એક સૈન્ય કાર્યવાહી નહતી માત્ર ભારતની સંપ્રભુતા, તેની અસ્મિતા અને દેશના નાગરિકો પ્રત્યે જવાબદારી હતી.22 એપ્રિલ 2025માં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 25 નિર્દોષ નાગરિક અને એક નેપાળી નાગરિકનો પણ જીવ ગયો હતો.આ ઘટના ભારતની સહનશક્તિની પરીક્ષા હતી. આ હુમલા બાદ આપણા વડાપ્રધાન નરેનદ્ર મોદીએ ત્રણેય સેનાના પ્રમુખોની ઉચ્ચસ્તરીય બૈેઠક કરી અને ખુલ્લી છૂટ આપવામાં આવી કે નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવે.
ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યા પહેલા આપણી સેનાએ દરેક પાસા પર અધ્યયન કર્યું. આપણી પાસે કેટલાક વિકલ્પ હતા પણ આપણે તે વિકલ્પને પસંદ કર્યો જેમાં આતંકીઓના ઠેકાણાને વધારે નુકસાન પહોંચે અને નાગરિકોને કોઇ નુકસાન ના થાય તેની ચિંતા પણ કરી.
સેના દ્વારા કરવામાં આવેલી સ્ટ્રાઇકમાં 9 આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા. આ સૈન્ય કાર્યવાહીમાં એક અનુમાન અનુસાર 100થી વધારે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા. આ તે આતંકી સંગઠન છે જે પાકિસ્તાની સેના અને ISIનું ખુલ્લુ સમર્થન હતું. 7 મે 2014માં રાત્રે 1 વાગીને 25 મિનિટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો પ્રારંભ કર્યો. પાકિસ્તાન અને POKમાં આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલી 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા.
Operation Sindoorને લઇને કિરણ રિજિજૂએ શું કહ્યું?
લોકસભામાં Operation Sindoor પર ચર્ચાને લઇને કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું, "આ ભારતના લોકોની ઇચ્છા હતી કે વડાપ્રધાને ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે લોકસભામાં પહેલગામ આતંકી હુમલાના જવાબમાં Operation Sindoor પર ચર્ચા થશે. હું વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસને અનુરોધ કરૂ છું કે તે દેશના હિતને નુકસાન પહોંચાડનારૂ કોઇ પણ કામ ના કરે અને પાકિસ્તાનની ભાષા ના બોલે."
રાજનાથ સિંહે પાકિસ્તાનને આપી ચેતવણી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, જો પાકિસ્તાન તરફથી કોઇ રીતનું ષડયંત્ર થયું તો ઓપરેશન સિંદૂર ફરી શરૂ થશે. રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય વાયુસેનાએ પાક મિલિટ્રી ઠેકાણાઓ વિરૂદ્ધ જવાબી કાર્યવાહી કરી હતી.
ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કેમ રોકી, રાજનાથ સિંહે આપ્યો જવાબ
રાજનાથ સિંહે કહ્યું કે ભારતે પાકિસ્તાન સામે આ કાર્યવાહી એટલા માટે રોકી કારણ કે જે પણ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા તેને આપણે મેળવી લીધા હતા. આ માનવું છે કે ભારતે કોઇના દબાણમાં કાર્યવાહી રોકી નથી આ ખોટું છે. ઓપરેશન સિંદૂર શરૂ કરવાનો ઉદ્દેશ્ય હતો તે ટેરર નર્સરીનો ખાત્મો કરવો જેને પાકિસ્તાનમાં વર્ષોથી ઉછેરવામાં આવી હતી. આપણી સેનાએ માત્ર તેમને ટાર્ગેટ કર્યા જે આતંકીઓને સપોર્ટ કરી ભારતને ટાર્ગેટ કરવામાં સતત ઇનવોલ્વ હતા. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય યુદ્ધ શરૂ કરવાનો નહતો. 10 મેની સવારે જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની એરફીલ્ડ પર પ્રહાર કર્યો ત્યારે પાકિસ્તાને હાર માની લીધી હતી. પાકિસ્તાને આપણા DGMO સાથે વાત કરી અને કહ્યું કે મહારાજ હવે રોકો.
PoK પરત ક્યારે લેશો- ગૌરવ ગોગોઇનો સવાલ
ગૌરવ ગોગોઈએ કહ્યું કે રાજનાથ સિંહે કહ્યું કે અમારું લક્ષ્ય યુદ્ધ નથી. હું પૂછવા માંગુ છું કે, તે ત્યાં કેમ ન હતું? હોવું જોઈએ. અમારો હેતુ જમીન લેવાનો નહોતો. તે ત્યાં કેમ ન હતું? જો આપણે આજે POK નહીં લઈએ તો ક્યારે લઈશું? કેટલાક પુસ્તકો વિશે પણ ચર્ચા થઈ. ભાજપના નેતાઓ પુસ્તકો ઉપાડે છે. બ્લૂમબર્ગને શું જવાબ આપ્યો? દેશમાં ફક્ત 35 રાફેલ છે, જો તેમાંથી કેટલાક તૂટી જાય તો મને લાગે છે કે નુકસાન થશે. તેમણે કહ્યું કે આપણને સંદેશ મળે છે કે આપણી પાસે દુનિયાના શ્રેષ્ઠ ફાઇટર પ્લેન છે. CDSએ એવું કેમ કહેવું પડ્યું કે અમારા ફાઇટર પ્લેન રેન્જમાં આવી શકતા નથી અને અમારે દૂરથી હુમલો કરવો પડ્યો. શું તમે નજીકમાં તે કરી શકતા નથી, કૃપા કરીને અમને આ માહિતી આપો. અમે જાણવા માંગીએ છીએ કે LG રાહુલ આર સિંહ સિક્કિમમાં કહ્યું હતું કે પાકિસ્તાન તો માત્ર ફ્રન્ટ પર હતું, તેની પાછળ ચીન પુરી રીતે સમર્થન કરી રહ્યું હતું.જે સરકાર ચીનને લાલ આંખ બતાવવાની વાત કરે છે, તમે તમારા ભાષણમાં એક પણ વાર તેનો ઉલ્લેખ કેમ ન કર્યો? સેના કહી રહી છે કે ત્રણ મોરચા હોઈ શકે છે. બે મોરચાની ચેતવણી આપણા પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ગૃહમાં આપી હતી. રાજનાથ સિંહ અને PM મોદીજી પાસેથી અમે જાણવા માંગીએ છીએ કે પાકિસ્તાનને ચીન તરફથી કેટલો ટેકો મળી રહ્યો છે.
તમે કોની સામે સરેન્ડર કર્યું- ગૌરવ ગોગોઇ
ગૌરવ ગોગોઈએ કહ્યું કે શરૂઆતમાં 21 લક્ષ્યો પસંદ કરવામાં આવ્યા હતા, અને પછી તે નવ થઈ ગયા. તે કેમ બન્યું? અમે બધા એક થયા અને PM મોદીને સંપૂર્ણ સમર્થન આપ્યું. આખો દેશ PM મોદીની સાથે હતો. 10 મેના રોજ, માહિતી મળી કે યુદ્ધવિરામ થઈ ગયો છે. તે કેમ બન્યું? જો પાકિસ્તાન ખરેખર શરણાગતિ સ્વીકારવા તૈયાર હતું, તો તમે કેમ રોકાયા? તમે કોની સામે સરેન્ડર કર્યું? અમેરિકાના રાષ્ટ્રપતિએ 26 વાર કહ્યું છે કે અમે યુદ્ધ બંધ કરાવ્યું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે પાંચ-છ જેટ તૂટી ગયા છે. દેશમાં, આપણી પાસે આ સત્ય સાંભળવાની હિંમત છે. તમે મને કહો કે કેટલા જેટ તૂટ્યા. જ્યારે વિદેશ નીતિની વાત આવે છે, ત્યારે આપણે કેવી રીતે કહી શકીએ કે તે સફળ રહી છે? ભારતે જે ડ્રાફ્ટને નકારી કાઢ્યો હતો તે આપણા કેટલાક નજીકના દેશો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેમને આપણે પરંપરાગત સાથી માનીએ છીએ. બ્રાઝિલના દસ્તાવેજમાં જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ હતો પરંતુ પાકિસ્તાનની નિંદા કરવામાં આવી ન હતી. તમે તેનાથી ખુશ છો.
આતંકવાદ વિરૂદ્ધ લડાઇમાં અમે સરકાર સાથે- ગૌરવ ગોગોઇ
ગૌરવ ગોગોઇએ કહ્યું કે અમે સરકારના દુશ્મન નથી. અમે આતંકવાદ વિરૂદ્ધ લડાઇમાં આજે પણ સરકાર સાથે ઉભા છીએ. અમને આશા હતી કે ગૃહમંત્રીજી નૈતિક જવાબદારી લેશે અન વડાપ્રધાન જણાવશે.

