VIDEO: પરિમલ નથવાણીના પુત્ર રાજ્યસભામાંથી ચૂંટણી મેદાને
રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ અને એનડીએના રાજ્યસભા સાંસદ પરિમલ નાથવાણીના પુત્ર ધનરાજ નથવાણી રાજ્યસભાની ચૂંટણી લડશે. સમાજવાદી પાર્ટીએ ધનરાજ નાથવણીને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરીને ચોંકાવનારો નિર્ણય કર્યો છે. પિતા એનડીએના સાંસદ અને પુત્રને સપાની ટિકિટ મળતા ઉત્તરપ્રદેશના રાજકારણમાં રસપ્રદ ચિત્ર રજૂ થયુ છે. યુપીમાં રાજ્યસભાની 10 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. વર્તમાન ધારાસભ્યોની સંખ્યાના આધારે NDAને 8 અને સપાને 2 બેઠકો મળવી નિશ્ચિત છે. જોકે, અખિલેશ 3 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. સપાના ઉમેદવાર ધનરાજ પરિમલ નથવાણી મોટા વેપારી કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. તેઓ રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલા છે. તેમના પિતા પરિમલ નથવાણી પણ રાજ્યસભાના સાંસદ છે. થોડા મહિનાઓ પહેલાં જ પરિમલ નથવાણી ઝારખંડથી રાજ્યસભા પહોંચ્યા છે. ધનરાજ પરિમલ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ છે.

