Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Pakistan fired near LoC in areas including Kupwara-Baramulla

પાકિસ્તાને કુપવાડા-બારામુલ્લા સહિતના વિસ્તારમાં LoC પાસે ફાયરિંગ કર્યું, ભારતીય સેનાએ આપ્યો જવાબ

Timeછેલ્લું અપડેટ : 06 May 2025
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાને કુપવાડા-બારામુલ્લા સહિતના વિસ્તારમાં LoC પાસે ફાયરિંગ કર્યું, ભારતીય સેનાએ આપ્યો જવાબ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. 5-6 મેની રાત્રે પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારમાં LoC પાસે ફાયરિંગ કર્યું હતું જેનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.

App Store

પાકિસ્તાનની LoC પર અવળચંડાઇ, સિઝફાયરનું ઉલ્લંઘન કરતા કર્યું ફાયરિંગ

5-6 મે 2025ની રાત્રે પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા,પૂંછ, રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારમાં નિયંત્રણ રેખાની પાર ચોકીઓ પર ઉકસાવા વગર નાના હથિયારો દ્વારા ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ પણ યોગ્ય કાર્યવાહી કરતા જડબાતોડ જવાબ આપ્યો હતો.

પાકિસ્તાન દ્વારા સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન

પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સળંગ 12માં દિવસે જમ્મુ-કાશ્મીર LOC ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકીઓ પર ઉશ્કેર્યા વિના નાના હથિયારો વડે હવામાં ગોળીબાર કર્યો છે. રક્ષા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેના જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામૂલા, પૂંછ, રાજૌરી, મેંઢર, નોશેરા, સુંદરબની અને અખનૂરમાં આવેલી LOC પર ગોળીબાર કરી રહી છે. ભારતીય સેના પર તેનો યોગ્ય જવાબ આપી રહી છે. ભારતે ગઈકાલે સિંધુ જળ સંધિ પર રોકના ભાગરૂપે  ચિનાબ નદીના પાણી રોક્યા હતાં.