Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Pahalgam Attack: Indian government's decision regarding Pakistan; Indus Water Treaty revoked, Attari border closed

પહેલગામ એટેક: ભારત સરકારનો મોટો નિર્ણય; સિંધુ જળ સંધિ સ્થગિત, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ, અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2025
લાઇવ ટીવીGoogle News
પહેલગામ એટેક: ભારત સરકારનો મોટો નિર્ણય; સિંધુ જળ સંધિ સ્થગિત, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ, અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ

મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં એક મોટો આતંકવાદી હુમલો થયો. આ હુમલામાં 28 લોકોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ પસંદગીપૂર્વક પ્રવાસીઓને નિશાન બનાવ્યા. આ હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

App Store

પહેલગામ હુમલામાં 26 લોકોના મોત થયા - વિક્રમ મિશ્રી

પહેલગામ હુમલા પછી પીએમ મોદીના નેતૃત્વમાં સીસીએસની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી એક પત્રકાર પરિષદમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આ હુમલામાં 26 લોકોના મોત થયા છે, જેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે.

પીએમ મોદીની અધ્યક્ષતામાં CCS બેઠક સમાપ્ત, લગભગ અઢી કલાક ચાલી બેઠક

પહેલગામ હુમલા અંગે સીસીએસની બેઠક હવે પૂરી થઈ ગઈ છે, આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. રાજનાથ સિંહ 7- લોક કલ્યાણ માર્ગથી રવાના થયા છે.

સીસીએસની બેઠકમાં આ મોટા નિર્ણયો લેવામાં આવ્યા

  • સિંધુ જળ સંધિ સ્થગિત કરી દેવામાં આવી છે.
  • પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ રહેશે.
  • પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે.
  • અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.