Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Opposition's high voltage demonstration on Vijay Chowk: Priyanka Gandhi and KC Venugopal raise slogans against CEC,

VIDEO: વિજય ચોક પર વિપક્ષનું હાઈવોલ્ટેજ પ્રદર્શન: પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલે CEC વિરુદ્ધ લગાવ્યા નારા

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ચૂંટણી પંચ (ECI) ની કામગીરી અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી 'ઈન્ડિયા' (INDIA) ગઠબંધને આંદોલન વધુ તેજ કર્યું છે. નવી દિલ્હી સ્થિત ઐતિહાસિક વિજય ચોક ખાતે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ સહિત ગઠબંધનના અગ્રણી સાંસદો અને નેતાઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

App Store

વિજય ચોક પર એકઠા થયેલા વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા, પારદર્શિતા અને તાજેતરના નિર્ણયો સામે સવાલો ઉઠાવતા CEC જ્ઞાનેશ કુમાર સામે નારેબાજી કરી હતી અને પંચની કાર્યપ્રણાલી પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે 10 નેતાઓની મુલાકાત

વિરોધ પ્રદર્શનની સાથોસાથ વિપક્ષી દળોના 10 વરિષ્ઠ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યું હતું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચની કાર્યશૈલી અંગે પોતાનો વિરોધ નોંધાવતું વિગતવાર આવેદનપત્ર સુપરત કર્યું હતું અને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે રાષ્ટ્રપતિના તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરી હતી.

આ ઘટનાક્રમને પગલે નવી દિલ્હીમાં વિજય ચોક અને રાષ્ટ્રપતિ ભવન આસપાસ સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News