Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "Opposition spread rumours, false narrative", hits out at BJP MP Bansuri Swaraj

VIDEO: "વિપક્ષે અફવાઓ અને ખોટા નેરેટિવ ફેલાવ્યા", ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજનો પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

CJP (સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ) અને અન્ય રાજકીય પક્ષો દ્વારા શરૂ કરાયેલા પ્રદર્શન પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ  બાંસુરી સ્વરાજે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારે આ આંદોલન પ્રત્યે સંવેદનશીલ વલણ અપનાવ્યું છે, પરંતુ તેનો ઉપયોગ અલગ હેતુ માટે કરવામાં આવી રહ્યો છે. ભાજપ સાંસદે જણાવ્યું હતું કે, "CJP અને અન્ય રાજકીય પક્ષો દ્વારા જે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, તેને એક વિદ્યાર્થી આંદોલન ગણાવવામાં આવ્યું હતું. આ આંદોલનને લઈને સરકારનું વલણ હંમેશાંથી સંવેદનશીલ રહ્યું છે અને સરકારે તેમની રજૂઆતોને ગંભીરતાથી લીધી છે.

App Store

પ્રદર્શનકારી નેતા અભિજીત દીપકે અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, "દિલ્હી પોલીસે તેમને (અભિજીત દીપકેને) એરપોર્ટ પર જ જરૂરી મંજૂરીઓ આપી દીધી હતી. વિદ્યાર્થીઓ અને યુવાનોના નામે શરૂ કરવામાં આવેલા આંદોલન પાછળ રાજકીય પક્ષો પોતાનો એજન્ડા ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે સરકાર કાયદાકીય પ્રક્રિયા અને વિદ્યાર્થીઓના હિતો પ્રત્યે સંપૂર્ણ રીતે સંવેદનશીલ છે. પ્રદર્શન કરી રહેલા વિપક્ષ અને વિરોધકર્તાઓના વલણ પર સવાલો ઉઠાવતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ બાંસુરી સ્વરાજે આકરા પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે સરકારે વાતચીતની દરખાસ્ત સ્વીકારી હોવા છતાં વિપક્ષ દ્વારા ખોટા નેરેટિવ અને અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બાંસુરી સ્વરાજે આપેલા મુખ્ય નિવેદનો

ભાજપ સાંસદ બાંસરી સ્વરાજે જણાવ્યું કે, "તેમણે (વિપક્ષ/વિરોધકર્તાઓએ) માગ કરી હતી કે તેઓ સરકાર સાથે વાતચીત કરવા માંગે છે. સરકારે તુરંત જ તેમને કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા સાથે આવીને વાતચીત કરવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે,"તેમણે આશ્વાસન આપ્યું હતું કે તેઓ વિરોધ પ્રદર્શન નહીં કરે. આંદોલનકારીઓના પ્રતિનિધિ મંડળે લેખિત માગણીઓ તૈયાર કરવામાં અઢી કલાકનો સમય લીધો હતો." 

 ભ્રામક અફવાઓ ફેલાવવાનો આક્ષેપ

વિરોધ પ્રદર્શન અંગે આકરા પ્રહારો કરતા વાંસરી સ્વરાજે કહ્યું કે, "જ્યારે વિરોધ પ્રદર્શન શરૂ થયું, ત્યારે તેમણે અસંખ્ય ખોટા નેરેટિવ બનાવવાનું શરૂ કરી દીધું. તેમણે વિભિન્ન પ્રકારના ફેક ન્યૂઝ (ભ્રામક સમાચાર) ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપ નેતાએ સ્પષ્ટ કર્યું કે સરકારે સંવાદના તમામ દરવાજા ખુલ્લા રાખ્યા હોવા છતાં, વિરોધકર્તાઓ અને વિપક્ષી નેતાઓ પોતાની વાત પરથી ફરીને રાજકીય લાભ ખાટવા માટે અફવાઓ ફેલાવી રહ્યા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News