Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Opposition MPs including Rahul Gandhi to leave Rajghat, will also protest tomorrow

રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો રાજઘાટથી રવાના, આવતીકાલે પણ કરશે પ્રદર્શન, મમતા પણ જોડાશે

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો રાજઘાટથી રવાના, આવતીકાલે પણ કરશે પ્રદર્શન, મમતા પણ જોડાશે
સોર્સ : gstv

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ સામે INDIA બ્લોકનું આંદોલન સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે. ગુરુવારે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી સાંસદોએ રાજઘાટ પહોંચીને આશરે 2 કલાક સુધી ધરણાં પ્રદર્શન કર્યું હતું અને ગાંધી સ્મારક પર પ્રાર્થના કરી હતી. સાંજ પડતાં વિપક્ષી નેતાઓ રાજઘાટથી રવાના થયા હતા. હવે શુક્રવારે વિપક્ષી ગઠબંધન ફરી એકવાર દિલ્હીમાં મોટો વિરોધ માર્ચ કાઢવાની તૈયારી કરી રહ્યું છે.

App Store

શુક્રવારના વિરોધ પ્રદર્શનમાં મમતા બેનર્જી પણ જોડાશે

શુક્રવારે યોજાનારા પ્રદર્શનમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ભાગ લેશે. TMC સાંસદ અભિષેક બેનર્જીએ પુષ્ટિ કરી છે કે, મમતા બેનર્જી હાલ દિલ્હીમાં છે અને તેઓ શુક્રવારના માર્ચમાં સામેલ થશે.

દેશને હાઇજેક કરી લેવાયો : રાહુલ ગાંધીના ગંભીર આક્ષેપ

રાજઘાટ રવાના થતાં પહેલાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, લગભગ 300 સાંસદો શાંતિપૂર્ણ રજૂઆત કરવા માંગે છે, પરંતુ પોલીસ દ્વારા તેમના લોકતાંત્રિક અધિકારો છીનવાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, એક ષડયંત્ર હેઠળ બંધારણને નુકસાન પહોંચાડીને જનતાના વોટની ચોરી કરવામાં આવી રહી છે અને આ ષડયંત્રમાં સામેલ તમામ લોકોને કાયદાના કટઘરામાં લાવવામાં આવશે.

'ઈશ્વર મોદી-શાહને સદ્બુદ્ધિ આપે': મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, તેઓ મહાત્મા ગાંધીની સમાધિ પર બેસીને પ્રાર્થના કરશે કે ઈશ્વર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સદ્બુદ્ધિ આપે. તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન સરકાર નાગરિકો પાસેથી તેમનો મતાધિકાર છીનવી રહી છે અને મહાપુરુષોએ અપાવેલી આઝાદીને જોખમમાં મૂકી રહી છે.

મતદાર યાદી મુદ્દે CECના રાજીનામાની માગ

વિપક્ષનો મુખ્ય આરોપ છે કે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના SIR મુદ્દે પારદર્શિતા રાખવામાં આવી રહી નથી અને મોટા પાયે મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. આ મુદ્દે વિપક્ષી પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરી રહ્યા છે. અગાઉ 6 અને 7 ઓક્ટોબરે જંતરમંતર નજીક પ્રદર્શન દરમિયાન રાહુલ અને પ્રિયંકા ગાંધીની અટકાયત પણ કરવામાં આવી હતી, જેના પગલે ગુરુવારે ત્રીજા દિવસે વિપક્ષે રાજઘાટ પર શાંતિપૂર્ણ ધરણાં યોજ્યા હતા.