VIDEO: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઓઇલ ટેન્કરમાં આગ લાગી
સોર્સ : gstv
મહારાષ્ટ્રના ખાલાપુર પાસે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર બ્રેક ફેઈલ થવાથી ક્રૂડ ઓઈલ ટેન્કર પલટી જતાં ભીષણ આગ લાગી હતી. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ, વિલે પાર્લેની એક બિલ્ડિંગમાં મોડી રાત્રે લાગેલી આગમાં એક મહિલા અને બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે ફાયરકર્મીઓએ 15 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

