VIDEO: જયપુરમાં NSUI કાર્યકરોનું પાણીની ટાંકી પર ચઢી વિરોધ પ્રદર્શન
સોર્સ : gstv
રાજસ્થાનના જયપુરમાં NSUI કાર્યકરોએ વિદ્યાર્થી સંઘની ચૂંટણી સ્થગિત કરવાના નિર્ણય અને જંતર-મંતર પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક કાર્યકરો પાણીની ટાંકી પર ચઢી જઈને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને વિરોધ કરી રહેલા કાર્યકરોને નીચે ઉતારવાના પ્રયાસો હાથ ધર્યા હતા. NSUI કાર્યકરોએ વિદ્યાર્થી સંઘની ચૂંટણી ફરી શરૂ કરવાની અને લાઠીચાર્જની ઘટનાની તપાસ કરવાની માંગ કરી છે. હાલ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

