Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Now the protest against Parshottam Rupala has started in this district as well gujarati news

પરષોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો, હવે આ જિલ્લામાં પણ શરુ થયો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2024
લાઇવ ટીવીGoogle News
પરષોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો, હવે આ જિલ્લામાં પણ શરુ થયો વિરોધ

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. દરમિયાન રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરષોત્તમ રૂપાલા વિવાદમાં છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક બાદ એક તેમની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હવે બનાસકાંઠા જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલા પર ક્ષત્રિય સમાજ માટે કરેલી ટીપ્પણી બદલ ગુનો દાખલ કરવા માંગ કરવામાં આવી છે. દાંતીવાડા ક્ષત્રિય દરબાર સમાજે પ્રાંત અધિકારીને આ મામલે આવેદનપત્ર પાઠવ્યું છે. મહત્ત્વનું છે કે, પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય દરબાર સમાજની લાગણી દુભાતા ક્ષત્રિય આગેવાનોમાં ભારે નારજગી જોવા મળી રહી છે.

App Store

શું છે સમગ્ર મામલો?

પરષોત્તમ રૂપાલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરષોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, વિવાદ વકરતા રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી.

કોઈની લાગણી દુભાતી હોય તો દિલથી માફી માંગું છું: પરષોત્તમ રૂપાલા

વાયરલ વીડિયો અંગે રૂપાલાએ કહ્યું કે, 'ગઈકાલે મેં વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે. મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો, તેમ છતાં મારા વીડિયો થકી કોઈની લાગણી દુભાતી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગું છું. આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.'