Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Now AI system will call an ambulance as soon as an accident occurs, the largest digital highway will be built in India!

હવે અકસ્માત થતાં જ AI સિસ્ટમ બોલાવશે એમ્બ્યુલન્સ, ભારતમાં બનશે સૌથી મોટો ડિજિટલ હાઈવે!

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
હવે અકસ્માત થતાં જ AI સિસ્ટમ બોલાવશે એમ્બ્યુલન્સ, ભારતમાં બનશે સૌથી મોટો ડિજિટલ હાઈવે!
સોર્સ : GSTV

યુપીમાં આર્થિક ક્રાંતિ લાવવા જઈ રહેલો આ એક્સપ્રેસવે એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો છે. જેમાં લાખો ટન કચરાનો ઉપયોગ કરીને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ થયો છે, તો બીજી તરફ તે ડિજિટલ નેટવર્કથી પણ સજ્જ છે.

App Store

ડિજિટલ અને એનર્જી કોરિડોર

ગંગા એક્સપ્રેસવેની સાથે 2 મીટર પહોળો યુટિલિટી કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ કોરિડોરને કારણે ભવિષ્યમાં ઈન્ટરનેટ કેબલ કે ગેસ પાઈપલાઈન નાખવા માટે ક્યારેય રસ્તાને ખોદવો નહીં પડે. આ ઉપરાંત અહીં બિછાવવામાં આવેલા ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કથી ઉત્તર પ્રદેશના 519 ગામોને હાઈસ્પીડ 5G કનેક્ટિવિટી મળશે. જ્યારે PM ઉર્જા ગંગા પરિયોજના હેઠળ હાઈવેની સાથે ગેસ પાઈપલાઈન પણ પસાર થશે, જે નજીકના ઉદ્યોગો અને ગામોને સસ્તું ઈંધણ પૂરું પાડશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રાખશે નજર

આ એક્સપ્રેસવે પર સુરક્ષા માટે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (STMS) લગાવવામાં આવી છે, જે વોર રૂમ જેવા કંટ્રોલ રૂમથી સંચાલિત થશે. જો કોઈ વાહન ખોટી દિશામાં વળશે કે અકસ્માત થશે, તો AI તરત જ કંટ્રોલ રૂમમાં રેડ એલર્ટ મોકલશે. જો કોઈ ગાડી 2 મિનિટથી વધુ સમય માટે હાઈવે પર ઉભી રહેશે, તો AI તેનું લોકેશન નજીકના પેટ્રોલિંગ યુનિટને મોકલી દેશે, જેથી મદદ માટે કોઈએ ફોન કરવાની પણ જરૂર નહીં પડે.

પર્યાવરણની સુરક્ષા અને વેસ્ટ મેનેજમેન્ટ

એન્જિનિયરોએ આ પ્રોજેક્ટમાં ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક મિસાલ કાયમ કરી છે. એક્સપ્રેસવેના નિર્માણમાં લગભગ 65થી 70 લાખ ટન ફ્લાય એશ (કોલસાની રાખ)નો ઉપયોગ થયો છે. આનાથી પર્યાવરણ પ્રદૂષિત થતું અટક્યું છે અને 120 લાખ ઘન મીટર ફળદ્રુપ માટીનો બચાવ થયો છે. આ ઉપરાંત હાઈવેની બંને બાજુ અંદાજે 18 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે.

વર્લ્ડ રેકોર્ડ અને સલામતી

ગંગા એક્સપ્રેસવે પર માત્ર 24 કલાકમાં 10.3 કિલોમીટર લાંબો કોંક્રિટ ક્રેશ બેરિયર બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ બેરિયર 80થી 120 કિમીની ઝડપે દોડતા વાહનોની ટક્કર ઝીલવા માટે સક્ષમ છે, જે મુસાફરોની સુરક્ષામાં વધારો કરશે.