Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Notice issued to Atiq Ahmed one year after death

મોતના એક વર્ષ પછી અતીક અહેમદને જીવતો કરી દીધો, જમીન મામલે ક્લાર્કે ફટકારી નોટિસ

Timeછેલ્લું અપડેટ : 20 Apr 2024
લાઇવ ટીવીGoogle News
મોતના એક વર્ષ પછી અતીક અહેમદને જીવતો કરી દીધો, જમીન મામલે ક્લાર્કે ફટકારી નોટિસ

માફિયા અતીક અહેમદના મૃત્યુના એક વર્ષ પછી પીડીએ તેને જમીન હડપ કરવાના કેસમાં નોટિસ પાઠવી હતી. આ ઘટનામાં પીડીએના ઉપાધ્યક્ષ અરવિંદ સિંહ ચૌહાણે ગંભીર વલણ અપનાવ્યું છે. તેમણે આવું કરનાર ક્લાર્ક પાસે ખુલાસો માંગ્યો છે.

App Store

સિવિલ લાઇન્સમાં હાઇકોર્ટ પાસેની એક જમીન પર માફિયા અતીકનો કબજો હતો. થોડા વર્ષો પહેલા પીડીએ દ્વારા તેના પરનું બાંધકામ તોડી પડાયું હતું. ગત વર્ષે અતીકની હત્યા બાદ આ જમીન પર ફરીથી કબજો થઈ ગયો. જે બાદ પીડીએ દ્વારા માફિયા અતીકને જ નોટિસ ફટકારવામાં આવી હતી.

આ ઘટના સામે આવ્યા બાદ પીડીએના ઉપાધ્યક્ષે અતીકના નામે નોટિસ જારી કરનાર ક્લાર્ક પાસેથી ખુલાસો માંગ્યો છે. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રના સૂત્રોનું માનવામાં આવે તો નઝુલ જમીન તરીકે નોંધાયેલા આ પ્લોટની જમીનનો ઉપયોગ માફિયા અતીક દ્વારા વર્ષ 2006-07માં બદલાવી નાંખવામાં આવ્યો હતો. જે બાદ તેણે તેને બીજા કોઈને વેચી દીધી. વર્ષ 2020માં જે કાર્યવાહી કરાઈ તે પીડીએના ધોરણો મુજબ નકશા પસાર ન થવા બદલ કરાઈ હતી.

આ અંગે શુક્રવારે કેટલાક વકીલો જિલ્લા મેજિસ્ટ્રેટ નવનીત સિંહ ચહલને મળ્યા હતા અને તેમનો પક્ષ પણ રજૂ કર્યો હતો. જે બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે તેમની પાસે સંપૂર્ણ માહિતી માંગી છે.